[1] ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
[2] “સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો.
[3] જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.
[4] પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.
[5] અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે: રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.
[6] શિમયોનના કુળસમૂહમાંથી શલુમીએલ જે સૂરીશાદાયનો પુત્ર છે.
[7] યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.
[8] ઈસ્સાખારના કુળસમૂહમાંથી સૂઆરનો પુત્ર નથાનિયેલ.
[9] ઝબુલોનનાં કુળસમૂહમાંથી હેલોનનો પુત્ર અલીઆબ.
[10] યૂસફના કુટુંબોમાંથી: એફ્રાઈમના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર એલીશામાં. અને મનાશ્શાના કુળસમૂહમાંથી પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ.
[11] બિન્યામીનનાં કુળસમૂહમાંથી ગિદિયોનીનો પુત્ર અબીદાન.
[12] દાનનાં કુળસમૂહમાંથી આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર.
[13] આશેરનાં કુળસમૂહમાંથી ઓક્રાનનો પુત્ર પાગીએલ.
[14] ગાદનાં કુળસમૂહમાંથી દેઉએલનો પુત્ર એલ્યાસાફ.
[15] નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.”
[16] તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા.
[17] મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા.
[18] બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.
[19] યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.
[20] ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની છેવટની સંખ્યા નોંધવામાં આવી.
[21] તો તેઓની સંખ્યાની ગણના રૂબેનના કુળસમૂહમાં 46,500 થઈ.
[22] શિમયોનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની ગણના કુટુંબવાર કરવામાં આવી.
[23] શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.
[24] ગાદનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
[25] તો તેમની કુલ સંખ્યા 45,650 થઈ.
[26] યહૂદાનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
[27] તો તેમની કુલ સંખ્યા 74,600 થઈ.
[28] ઈસ્સાખારનાં પુત્રોના કુળસમૂહમાં, 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
[29] તો તેમની કુલ સંખ્યા 54,400 થઈ.
[30] ઝબુલોનનાં પુત્રોના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
[31] તો તેમની એકંદર સંખ્યા 57,400 થઈ.
[32] યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના બધા જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
[33] તો તેમની કુલ સંખ્યા 40,500 થઈ.
[34] મનશ્શાનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા માંટે શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
[35] તો તેમની કુલ સંખ્યા 32,200 થઈ.
[36] બિન્યામીનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેમની ઉપરના બધાં જ પુરુષો જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેમની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
[37] તેમની કુલ સંખ્યા 35,400 થઈ.
[38] દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
[39] તો તેમની કુલ સંખ્યા 62,700 થઈ.
[40] આશેરનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
[41] તો તેમની કુલ સંખ્યા 41,500 થઈ.
[42] નફતાલીનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
[43] તો તેમની કુલ સંખ્યા 53,400 થઈ.
[44] મૂસા અને હારુને તથા ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહના અધિપતિ તરીકે આવેલા બાર કુળસમૂહના આગેવાનોએ સાથે મળીને નોંધેલી સંખ્યા આ પ્રમાંણે હતી:
[45] વીસ વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા પુરુષોની તેઓના કુટુંબો અનુસાર ગણતરી કરવામાં આવી.
[46] તો તેઓની કુલ સંખ્યા 6,03,550 હતી.
[47] પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ,
[48] યહોવાએ મૂસાને કહ્યું હતું કે,
[49] “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.
[50] કારણ કે લેવીઓને પવિત્રમંડપની સેવાનું તથા તેને ઊંચકી લેવાનું કામ સોંપવાનું છે, તેઓએ એકલાએ જ હાજરમાં રહેવા માંટે પવિત્રમંડપની પાસે જ તેની ચારે બાજુ પોતાની છાવણી રાખવાની છે.
[51] જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.
[52] ઇસ્રાએલના દરેક કુળની છાવણી અલગ રાખવી, અને પોતપોતાના કુળની પોતાની ટુકડી સાથે અને ધ્વજ સાથે પડાવ નાખવો.
[53] પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”
[54] યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો.