[1] રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,
[2] “ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”
[3] તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,
[4] “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:
[5] ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો: હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.
[6] હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.
[7] રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.
[8] પાલ્લૂના વંશજો: અલીઆબ,
[9] અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.
[10] પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.
[11] તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.
[12] શિમયોનના કુળસમૂહો: નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ. યાખીનનું કુટુંબ,
[13] ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.
[14] શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.
[15] ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ.
[16] ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ. એરીથી એરીઓનું કુટુંબ.
[17] અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ.
[18] આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.
[19] યહૂદાના કુળસમૂહનાં કુટુંબો: એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા. પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.
[20] યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.
[21] પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.
[22] આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.
[23] ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.
[24] યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ. શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.
[25] આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.
[26] ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.
[27] ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.
[28] યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.
[29] મનાશ્શાનાં વંશનાં કુટુંબો: માંખીરથી માંખીરીઓનું કુટુંબ.
[30] માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે: ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને
[31] આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ. અને શખેમથી શખેમીઓનું કુટુંબ.
[32] શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.
[33] હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે: માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.
[34] મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા: તેમની કુલ સંખ્યા 52,700ની હતી.
[35] એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
[36] શૂથેલાહના વંશજો. એરાનથી એરાનીઓનું કુટુંબ.
[37] એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.
[38] બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.
[39] શફુફામથી શુફામીઓનું કુટુંબ. હુફામથી હૂફામીઓનું કુટુંબ.
[40] બેલાના વંશાનાં કુટુંબો: આર્દથી આર્દીઓનું કુટુંબ. નામાંનથી નામાંનીઓનું કુટુંબ.
[41] આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.
[42] દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.
[43] શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.
[44] આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા. યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું. બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.
[45] બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.
[46] આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.
[47] આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.
[48] નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ. ગૂનીથી ગુનીઓનું કુટુંબ.
[49] યેસેરથી યેસેરીઓનું કુટુંબ. શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
[50] નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.
[51] ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.
[52] પછી યહોવાએ મૂસાને કહ્યું,
[53] “વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.
[54] જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
[55] પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
[56] પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”
[57] લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા: ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ. મરારીનું કુટુંબ,
[58] લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે: લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ. માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ. તથા કોરાહનું કુટુંબ.
[59] કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.
[60] હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.
[61] નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.
[62] લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.
[63] મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.
[64] મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
[65] કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.