[1] “વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય.
[2] ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી.
[3] “અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે.
[4] અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે.
[5] અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.
[6] “અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે.
[7] વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે.
[8] વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.
[9] “મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો.
[10] પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા.
[11] ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે.
[12] “એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય.
[13] પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા.
[14] પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય.
[15] અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય.
[16] “પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.
[17] ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય.
[18] આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ.
[19] પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ.
[20] “દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો.
[21] હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”