Skip to content
Opens in a new window

[1] યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.

[2] પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય.

[3] પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.

[4] પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું.

[5] એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ.

[6] પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.

[7] “આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.

[8] અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા.

[9] એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો.

[10] અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.

[11] અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.

[12] અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો.

[13] તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે.

[14] તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું.

[15] “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં.

[16] પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું હોય.

[17] પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.

[18] પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં.

[19] અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી.

[20] એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં,

[21] અને 40 ચાંદીની કૂભીઓ બનાવવી જેથી દરેક પાટિયા નીચે બબ્બે કૂભી આવે.

[22] પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં.

[23] અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ.

[24] આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે,

[25] આમ, આઠ પાટિયાં અને 16 ચાંદીની કૂભી હશે. પ્રત્યેક પાટિયા નીચે બબ્બે કૂભીઓ રાખજે.

[26] “વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુના પાટિયાંને માંટે પાંચ,

[27] ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ.

[28] વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.

[29] “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે.

[30] પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

[31] “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે.

[32] સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો.

[33] એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે.

[34] પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે.

[35] “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી.

[36] “વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માંટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરીનું સુંદર ભરતકામ કરેલો પડદો કરાવજે.

[37] અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

નિર્ગમન — Chapters