Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:07

[1] સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.

[2] તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.

[3] તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ.

[4] સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.

[5] પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[6] દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.

[7] સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને નમ્ર કરવું અને કોઈ કામ ન કરવું.

[8] તમારે યહોવાહને સુવાસિત દહનીયાર્પણ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.

[9] તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો,

[10] એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.

[11] વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.

[12] સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.

[13] તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટાં અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.

[14] તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,

[15] એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે.

[16] નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[17] સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટાં તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.

[18] તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં.

[19] તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.

[20] સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.

[21] તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં.

[22] પ્રતિદિન થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[23] સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.

[24] તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.

[25] પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[26] સભાના પાંચમા દિવસે નવ વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.

[27] તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.

[28] પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ માટે એક બકરો ચઢાવવો.

[29] સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.

[30] તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.

[31] પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં.

[32] સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં.

[33] તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.

[34] પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[35] આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.

[36] તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.

[37] તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવા.

[38] પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

[39] તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં.”

[40] યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.

ગણના — Chapters