[1] “દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે:
[2] દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.
[3] “યાજકે એની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી, જાડી પૂંછડી, આંતરડા પરની ચરબી,
[4] બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી, અને કાળજાનો ચરબીવાળો ભાગ આ સર્વ આહુતિ માંટે એક બાજુ રાખવું.
[5] યાજકે યહોવાને ચઢાવવામાં આવેલી આહુતિ તરીકે વેદી પર હોમી દેવી. એ દોષાર્થાર્પણની આહુતિ છે.
[6] “યાજકના પરિવારનો કોઈ પણ પુરુષ સભ્ય તે જમી શકે. તે અતિ પવિત્ર છે; તેથી તે પવિત્ર જગ્યાએ જ જમવું.
[7] પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ માંટે એક જ નિયમ છે. એ યજ્ઞ કરનાર યાજકને મળે.
[8] કોઈ વ્યક્તિને ચઢાવેલા દહનાર્પણના પશુનું ચામડું હોમનાર યાજકને મળે.
[9] ભઠ્ઠીમાં બનાવેલું, અથવા કડાઈમાં તળેલુ કે તવામાં શેકેલું ખાદ્યાર્પણ તેને ધરાવનાર યાજકનું થાય.
[10] અન્ય બીજાં બધાં ખાદ્યાર્પણો તેલમાં મોહ્યેલા કે મોહ્યા વગરના હારુનના પુત્રોની-યાજકોની સહિયારી માંલિકીના ગણય. તેથી બધા યાજકોએ તે સરખે ભાગે વહેંચી લેવાં.
[11] “યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.
[12] જો કોઈ વ્યક્તિ આભાર માંટે અર્પણ ચઢાવતો હયો, તો શાંત્યર્પણ ઉપરાંત તેણે મોંયેલી બેખમીર રોટલી, તેલ ચોપડેલી બેખમીર ખાખરા તથા મોંયેલા લોટની પોળીઓ ચઢાવવા.
[13] શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલી ભેગી મુકવી.
[14] આમાંની એક રોટલી જે યાજક શાંત્યર્પણનુ લોહી છાંટે તેને આપવામાં આવશે.
[15] જે દિવસે એ અર્પણ ધરાવેલ હોય તે જ દિવસે એનું માંસ જમી લેવું. એમાંથી કશુંય બીજા દિવસે જમવા માંટે રાખવું નહિ.
[16] “જો કોઈ વ્યક્તિ બાધાનો કે સ્વેચ્છાનો અર્પણ ચઢાવતો હોય તો તે ચઢાવે તે જ દિવસે અને તે પછીના દિવસે પણ જમી શકાય.
[17] પણ ત્રીજા દિવસ સુધી જે વધે તેને બાળી નાખવું.
[18] કારણ કે જો તે શાંત્યર્પણ ત્રીજા દિવસે પણ જમવામાં આવે તો યહોવા તેનો સ્વીકાર કરે નહિ. અર્પણ તરીકે તેની કિંમત રહે નહિ: અને જે વ્યક્તિ તે અર્પણ લાવી હશે તેને કોઈ લાભ થશે નહિ અને તે અર્પણ અશુદ્ધ બની જશે. જે માંણસ તે ખાશે તે પોતાના પાપનો જવાબદાર બનશે.
[19] “જો માંસ કોઈ અપવિત્ર વસ્તુને અડેલું હોય, તો તે જમી શકાય નહિ, તેથી તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે શાંત્યર્પણનું માંસ જમી શકે છે.
[20] જો કોઈ માંણસ અશુદ્ધ હોય છતાં શાંત્યર્પણમાંથી તે જમે તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.
[21] “જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”
[22] પછી યહોવાએ મૂસાને કહ્યું,
[23] “ઇસ્રાએલી પ્રજાને કહે કે તમાંરે કોઈ બળદ, ઘેટાં કે બકરાની ચરબી ખાવી નહિ.
[24] કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ માંરી નાખેલા પશુની ચરબીનો બીજો ગમે તે ઉપયોગ કરવો પણ તમાંરે તે ખાવું નહિ.
[25] જો કોઈ વ્યક્તિ યહોવાને આહુતિ તરીકે ધરાવેલા પશુની ચરબી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
[26] “તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ.
[27] છતાં જો કોઈ લોહી ખાય તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.”
[28] પછી યહોવાએ મૂસાને કહ્યું,
[29] “ઇસ્રાએલી લોકોને આ કહે કે જે કોઈએ યહોવાને શાંત્યર્પણ ચઢાવવા લાવે તેણે તેનો અમુક ભાગ યહોવાને વિશેષ ભેટ તરીકે ધરાવવો.
[30] તેણે પોતાને હાથે એ ભાગ લાવવો. તેણે ચરબી અને પ્રાણીની છાતી યાજક પાસે લાવવા. યાજકે છાતીને ઉચી કરવી અને આરતી અર્પણ કરીને યહોવાને અર્પણ કરવી.
[31] યાજકે ચરબી વેદીમાં હોમી દેવી, પણ છાતીનો ભાગ હારુનના વંશના યાજકોનો થાય.
[32] તમાંરા શાંત્યર્પણના પશુની જમણી જાંઘ પણ યાજકને આપવી.
[33] એ જમણી જાંઘ જે યાજક શાંત્યર્પણને પશુનું લોહી અને તેની ચરબી ધરાવે તેના ભાગમાં જાય.
[34] ઇસ્રાએલીઓએ ધરાવેલા આરતીનાં પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉ છું અને યાજક હારુનને અને તેના વંશજોને આપું છું. ઇસ્રાએલીઓ તરફથી એમને મળવું જોઈતું આ કાયમનું દાપું છે.”
[35] જે દિવસે હારુન અને તેના પુત્રોનો યાજક પદે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને યહોવાને ધરાવેલા અભિષેકના હિસ્સામાંથી એ દાપુ આપ્યું હતું.
[36] જે દિવસે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાએ આ ભાગો તેમને આપવાની ઇસ્રાએલીઓને આજ્ઞા કરી હતી, આ નિયમ સદા માંટે તેમના બધા વંશજોને માંટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.
[37] દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે.
[38] સિનાઈના રણમાં યહોવાએ ઇસ્રાએલપુત્રોને અર્પણ ચઢાવવા માંટેની આજ્ઞા કરી હતી, ત્યારે તે દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાંણે આજ્ઞા કરી હતી.