Skip to content
Opens in a new window

[1] યહોવાએ મૂસાને કહ્યું,

[2] “ઇસ્રાએલી પ્રજાને કહે: હું યહોવા તમાંરો દેવ છું.

[3] માંટે તમાંરે લોકોએ પહેલા તમે જયાં રહેતા હતા, તે મિસરના અથવા હું તમને લઈ જાઉ છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવુ નહિ, તમાંરે તેમના રિવાજો પાળવા નહિ.

[4] તમાંરે ફકત માંરા જ વિધિઓ પાળવા, અને તમાંરે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો. અને તે અનુસાર તમાંરે તમાંરું જીવન ગાળવું. હું યહોવા તમાંરો દેવ છું.

[5] તમાંરે માંરા વિધિઓ અને નિયમો પાળવા. જે માંણસ તેનું પાલન કરશે તે જીવવા પામશે, હું યહોવા છું.

[6] “તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.

[7] “કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. એ તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત ન કરવી.

[8] પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે.

[9] “પોતાની બહેન કે ઓરમાંન બહેન, સાથે જાતીય સંબંધ કરવો નહિ પછી તે તમાંરા બાપની પુત્રી હોય કે માંતાની પુત્રી હોય; તે એક જ ઘરમાં જન્મી હોય તેથી તમાંરે તેની સાથે લગ્ન ન કરવાં કે જાતીય સંબંધ પણ ન કરવો.

[10] “તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, એ તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.

[11] “તમાંરે તમાંરાં પિતાની પત્નીને તમાંરા પિતાથી થયેલ પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરી બહેન છે.

[12] “તમાંરે તમાંરા પિતાની બહેન સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરા પિતાની સાથે લોહીની સગાઈ છે.

[13] તમાંરે તમાંરી માંતાની બહેન સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે એને તમાંરી માંતા સાથે લોહીની સગાઈ છે,

[14] તમાંરે તમાંરા પિતાના ભાઈને બદનામ ન કરવા, તમાંરે તેની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરી કાકી છે.

[15] “તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત ન કરવી.

[16] “તમાંરે તમાંરી ભાઈની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ એ તમાંરા ભાઈને કલંકિત કર્યા બરાબર છે.

[17] “તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.

[18] “તમાંરી પત્ની જીવતી હોય ત્યા સુધી તેની બહેન સાથે લગ્ન ન કરવા. કેમકે તમે બન્નેને પરણો તો તેમના વચ્ચે અણગમો થાય. તમાંરે તમાંરી સાળી સાથે જાતીય સંબંધ ન કરવો.

[19] “તમાંરે કોઈ ઋતુમતિ સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો, કારણકે તે આ સમયમાં અશુદ્ધ છે.

[20] “તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી.

[21] “તમાંરે તમાંરું કોઈ બાળક મોલેખને ચઢાવવા આપવું નહિ. મોલેખની વેદી પર તમાંરા બાળકની આહુતિ ન આપવી. આ રીતે તમે કરશો તો તમાંરા દેવનો અનાદર થશે અને તેમના નામને કલંક લાગશે, હું યહોવા છું.

[22] “સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, કેમકે એ તો ભયંકર પાપ છે.

[23] “તમાંરે કોઈ માંદા પશુ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ ન કરવો, એથી તમે અશુદ્ધ થશો, કોઈ સ્ત્રીએ કોઈ નર પશુ સાથે જાતીય સંબંધ ન કરવો, એ વિકૃતિ છે, તે ભયંકર દુષ્ટતા છે.

[24] “આમાંની કોઈ પણ રીતે તમાંરે તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. હું જે પ્રજાઓને તમાંરા માંટે સ્થાન ખાલી કરવા હાંકી કાઢનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે.

[25] એ સમગ્ર દેશ આ પ્રકારની દુષ્ટ પ્રવૃતિઓથી ભ્રષ્ટ બની ગયો છે, તેથી ત્યાં રહેતા લોકોને એમના દોષની સજા કરીને હું તેઓને તે દેશમાંથી હાંકી કાઢવાનો છું.

[26] “પરંતુ તમાંરે માંરા વિધિઓ અને નિયમોનું પાલન કરવું. તમાંરે આમાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇસ્રાએલ પ્રજામાં જન્મેલા હોય કે વિદેશથી આવીને વસ્યા હોય.

[27] તમાંરા પહેલા જે પ્રજા આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.

[28] તમે આ પ્રમાંણે કરશો નહિ, નહિ તો તે પ્રજાની જેમ તમને પણ તે દેશમાંથી હું હાંકી કાઢીશ.

[29] જે કોઈ આમાંનું કોઈ પણ ભયંકર પાપ કરશે તેનો સમાંજમાંથી બહિષ્કાર થશે.

[30] માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”

લેવીય — Chapters