Skip to content
Opens in a new window

[1] એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે.

[2] એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ,

[3] અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા.

[4] આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,

[5] અને ઓહલીબામાંહને યેઉશ, યાલામ તથા કોરાહ અવતર્યો. આ કનાનમાં જન્મેલા એસાવના પુત્રો હતા.

[6] ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.

[7] તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે.

[8] આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ.

[9] એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:

[10] એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.

[11] અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા.

[12] તિમ્ના એસાવના પુત્ર અલીફાઝની ઉપપત્ની હતી. તેને અલીફાઝથી અમાંલેક અવતર્યો હતો. આ એસાવની પત્ની આદાહના પૌત્રો છે.

[13] એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ. આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.

[14] સિબઓનના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ એસાવની પત્ની હતી. તેને એસાવથી યેઉશ, યાલામ અને કોરાહ અવતર્યા હતા.

[15] એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા. એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,

[16] કોરાહ, ગાતામ, અને અમાંલેક. આ અદોમની ભૂમિમાંના અલીફાઝના પરિવારનાં સરદારો છે. એ બધા આદાહના પૌત્રો છે.

[17] એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે. એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.

[18] એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે.

[19] આ એસાવના ઉફેર્ અદોમના પુત્રો છે અને એ સરદારો છે.

[20] એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.

[21] અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.

[22] લોટાનના દીકરા હોરી અને હેમાંમ હતા. અને લોટાનની બહેન તિમ્ના હતી.

[23] આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ.

[24] અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા.

[25] અને અનાહના પુત્રો આ છે: એટલે દીશોન તથા અનાહની પુત્રી ઓહલીબામાંહ.

[26] અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન.

[27] આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન.

[28] આ દીશાનના પુત્રો આ છે: એટલે ઉસ તથા અરાન.

[29] હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર.

[30] સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે.

[31] તે સમયે અદોમમાં અનેક રાજાઓ હતા. ઇસ્રાએલી રાજાઓ પહેલાં અદોમના પ્રદેશ પર રાજય કરનાર રાજાઓ આ પ્રમાંણે હતા:

[32] અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું.

[33] બેલાના અવસાન બાદ બોસરાહ નગરના ઝેરાહનો પુત્ર યોબાબ ગાદીએ આવ્યો.

[34] યોબાબના અવસાન બાદ તેમાંન દેશનો હુશામ ગાદીએ આવ્યો.

[35] હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું.

[36] ત્યારબાદ હદાદનું અવસાન થયું. ને તેની જગ્યાએ માંસરેકાહમાંના સામ્લાહે રાજય કર્યુ.

[37] અને સામ્લાહના અવસાન બાદ નદી પાસેના રહોબોથના શાઉલે રાજય શાસન કર્યુ.

[38] શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો.

[39] આખ્બોરના દીકરા બાઆલ-હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર “પાઉ” હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.

[40] પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ,

[41] સરદાર ઓહલીબામાંહ, સરદાર એલાહ, સરદાર પીનોન,

[42] સરદાર કનાઝ, સરદાર તેમાંન, સરદાર મિબ્સાર, સરદાર માંગ્દીએલ, અને સરદાર ઇરામ.

[43] પોતપોતાના વતનના દેશ પ્રમાંણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.

ઉત્પત્તિ — Chapters