[1] ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:
[2] હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.
[3] તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.
[4] બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;
[5] તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો.
[6] યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.
[7] યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો.
[8] આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા.
[9] યરીખોનો રાજા 1 બેથેલની પાસેના આયનો રાજા 1
[10] યરૂશાલેમનો રાજા 1 હેબ્રોનનો રાજા 1
[11] યાર્મૂથનો રાજા 1 લાખીશનો રાજા 1
[12] એગ્લોનનો રાજા 1 ગેઝેરનો રાજા 1
[13] દબીરનો રાજા 1 ગેદેરનો રાજા 1
[14] હોર્માંહનો રાજા 1 અરાદનો રાજા 1
[15] લિબ્નાહનો રાજા 1 અદુલ્લામનો રાજા 1
[16] માંક્કેદાહનો રાજા 1 બેથેલનો રાજા 1
[17] તાપ્પુઆહનો રાજા 1 હેફેરનો રાજા 1
[18] એફેકનો રાજા 1 લાશ્શારોનનો રાજા 1
[19] માંદોનનો રાજા 1 હાસોરનો રાજા 1
[20] શિમ્રોન-મરોનનો રાજા 1 આખ્શાફનો રાજા 1
[21] તાઅનાખનો રાજા 1 મગિદ્દોનો રાજા 1
[22] કેદેશનો રાજા 1 કાર્મેલમાંના યોકનઆમનો રાજા 1
[23] દોરના પર્વત ઉપરનો દોરનો રાજા 1 ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા 1
[24] તિર્સાહનો રાજા 1 આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.