Skip to content
Opens in a new window

[1] તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી.

[2] તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.

[3] “કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.

[4] ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

[5] “પાણીની ભીંસથી હું મરવા જેવો થઇ ગયો હતો, મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો, મારા માથા ફરતે દરિયાઇ વેલા વીંટાઇ ગયા હતા.

[6] હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો, પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો. તોપણ હે મારા દેવ, યહોવા તેઁ મને ઉંડી કબરમાંથી બહાર કાઢયો.

[7] “જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું. મેં યહોવાને યાદ કર્યાં; મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.

[8] “લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.

[9] પણ હું બલિઓ અપીર્શ અને તમને ધન્યવાદ આપીશ. હું મારા વચનો જાળવીશ. તારણ યહોવાથી છે.”

[10] યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.

યૂના — Chapters