[1] બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:
[2] તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા. ઇસ્રાએલી લોકોની સંખ્યા:
[3] પારોશના વંશજો 2,172
[4] શફાટાયાના વંશજો 372
[5] આરાહના વંશજો 775
[6] પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812
[7] એલામના વંશજો 1,254
[8] ઝાત્તુના વંશજો 945
[9] ઝાક્કાયના વંશજો 760
[10] બાનીના વંશજો 642
[11] બેબાયના વંશજો 623
[12] આઝગાદના 1,222
[13] અદોનીકામના વંશજો 666
[14] બિગ્વાયના વંશજો 2,056
[15] આદીનના વંશજો 454
[16] હિઝિકયાના આટેરના વંશજો 98
[17] બેસાયના વંશજો 323
[18] યોરાહના વંશજો 112
[19] હાશુમના વંશજો 223
[20] ગિબ્બારના વંશજો 95
[21] બેથલહેમના વંશજો 123
[22] નટોફાહના મનુષ્યો 56
[23] અનાથોથના મનુષ્યો 128
[24] આઝમાવેથના વંશજો 42
[25] કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743
[26] રામાને ગેબાના વંશજો 621
[27] મિખ્માસના મનુષ્યો 122
[28] બેથેલ ને આયના મનુષ્યો 223
[29] નબોના વંશજો 52
[30] માગ્બીશના વંશજો 156
[31] બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254
[32] હારીમના વંશજો 320
[33] લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725
[34] યરીખોના વંશજો 345
[35] સનાઆહના વંશજો 3,630
[36] યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
[37] ઇમ્મેરના વંશજો 1,052
[38] પાશહૂરના વંશજો 1,247
[39] હારીમના વંશજો 1,017
[40] લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74
[41] ગવૈયાઓ: આસાફના વંશજો 128
[42] મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139
[43] મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
[44] કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;
[45] લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;
[46] હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:
[47] ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;
[48] રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;
[49] ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;
[50] આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:
[51] બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;
[52] બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;
[53] બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;
[54] નસીઆહ અને હટીફાના વંશજો:
[55] સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:
[56] યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:
[57] શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;
[58] મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.
[59] તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
[60] દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.
[61] યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.
[62] તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
[63] ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
[64] સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.
[65] તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.
[66] તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,
[67] 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
[68] દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,
[69] પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલો ચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
[70] યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.