[1] લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
[2] યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
[3] પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
[4] યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
[5] અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
[6] પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
[7] બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
[8] અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
[9] ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
[10] યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
[11] સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો,
[12] અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર, અદાયા.
[13] તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઈમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર, અમાશસાય,
[14] અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
[15] લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
[16] લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
[17] અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
[18] પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
[19] દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
[20] બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
[21] ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
[22] યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
[23] તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
[24] યહૂદાના દીકરો ઝેરાહના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
[25] ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
[26] અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં.
[27] હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
[28] તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
[29] એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
[30] ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
[31] બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
[32] તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
[33] હાસોર, રામા, ગિત્તાઈમ,
[34] હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
[35] લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
[36] અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.