Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:05

[1] બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:

[2] ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.

[3] પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.

[4] શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.

[5] આરાહના વંશજો: સાતસો પંચોતેર.

[6] યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.

[7] એલામના વંશજો: એક હજાર બસો ચોપન.

[8] ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.

[9] ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.

[10] બાનીના વંશજો: છસો બેતાળીસ.

[11] બેબાયના વંશજો: છસો ત્રેવીસ.

[12] આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.

[13] અદોનિકામના વંશજો: છસો છાસઠ.

[14] બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.

[15] આદીનના વંશજો: ચારસો ચોપન.

[16] આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.

[17] બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.

[18] યોરાના વંશજો: એકસો બાર.

[19] હાશુમના લોકો: બસો ત્રેવીસ

[20] ગિબ્બારના લોકો: પંચાણું.

[21] બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.

[22] નટોફાના લોકો: છપ્પન.

[23] અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.

[24] આઝમાવેથના લોકો: બેતાળીસ.

[25] કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.

[26] રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.

[27] મિખ્માશના લોકો: એકસો બાવીસ.

[28] બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.

[29] નબોના લોકો: બાવન.

[30] માગ્બીશના લોકો: એકસો છપ્પન.

[31] બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.

[32] હારીમના લોકો: ત્રણસો વીસ.

[33] લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.

[34] યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.

[35] સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.

[36] યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.

[37] ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.

[38] પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.

[39] હારીમના વંશજો: એક હજાર સત્તર.

[40] લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.

[41] ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.

[42] ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.

[43] ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,

[44] કેરોસ, સીહા, પાદોન,

[45] લબાના, હગાબા, આક્કુબ,

[46] હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.

[47] ગિદ્દેલ, ગહાર, રાયા,

[48] રસીન, નકોદા, ગાઝ્ઝામ,

[49] ઉઝઝા, પાસેઆ, બેસાઈ,

[50] આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.

[51] બાકબુક, હાકૂફા અને હાર્હૂર,

[52] બાસ્લુથ, મહિદા, હાર્શા,

[53] બાર્કોસ, સીસરા, તેમા,

[54] નસીઆ અને હટીફાના વંશજો.

[55] સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,

[56] યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,

[57] શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.

[58] ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.

[59] તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:

[60] દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,

[61] યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.

[62] તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી

[63] સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.

[64] સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.

[65] તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.

[66] તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,

[67] ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.

[68] જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.

[69] તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.

[70] યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.

એઝરા — Chapters